સરગવાની ખેતી | Drumstick Farming : આંતર પાક પદ્ધતિ થી વધુ આવક મેળવવા માટેની અનેરી તક

Moringa Plant ગુજરાતમાં સરગવાની ખેતીનો (Drumstick cultivation) વ્યાપ દિવસે દિવસે વધતો જાય છે.સરગવાની આધુનિક ખેતી પદ્ધતિ માટે અગત્યના મુદ્દા આ પ્રમાણે છે. જમીન સરગવો સામાન્યત: દરેક જગ્યાએ થાય છે, પરંતુ રેતાળ તથા ગોરાડુ ફળદ્રુપ જમીન ખૂબ જ અનુકૂળ છે. સામાન્ય રીતે શેઢાપાળાની પડતર જમીન, મધ્યમ કાળી, બેસર પ્રકારની સારા નિતારવાળી જમીન અનુકૂળ છે. જમીનમાં સેન્દ્રિય તત્વો વધુ પ્રમાણમાં હોય તો વધુ માફક આવે છે. સરગવો નદી-ઝરણાંની રેતાળ જમીનમાં પણ ઉગાડી શકાય છે. હવામાન ગરમ અને ભેજવાળુ સમશીતોષ્ણ હવામાન ખૂબ જ અનુકૂળ છે. વધુ પડતી ગરમી કે ઠંડી ઝાડની વૃદ્ધિ અને વિકાસને અવરોધે છે. વાવેતર સરગવાનું વાવેતર બીજ તથા પાકટ મધ્યમ જાડાઈના (૧.૫ થી ૨.૦ ઈચ) કટકા તથા ઢાલાકાર આંખ કલમથી થાય છે. સુધારેલી જાતો (૧) પી.કે.એમ.-૧\P.K.M-1 ; તામિલનાડુ કૃષિ યુનિ. કોઈમ્બતુર દ્વારા ભલામણ કરેલ જાત છે. વાવણી બાદ છ માસ પછી શીંગો ચાલુ થાય છે જે ૬૫ થી ૭૦ સે.મી. લંબાઈની, ગાઢા લીલા રંગની, મધ્યમ જાડાઈની હોય છે. અંદાજીત પ0 થી ૬૦ કિલોગ્રામ ઝાડ દીઠ વાર્ષિક ઉત્પાદન ક્ષમતા ઘરાવે છે. (૨) ઓ.ડી.સી\ODC 3 : આ જાતની શીંગો લીલા રંગની, વધુ ગર્ભ ઘરાવતી